ભારતે આ મેચમાં પાકિસ્તાનને 89 રનથી પરાજય આપ્યો હતો. ICC વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સતત સાતમી વખત જીત હાંસિલ કરી છે. રણવીરે મેચનો આનંદ માણ્યો હતો અને વચ્ચે ખેલાડીઓને પણ મળ્યા હતા.
વિરાટ ભારતીય ક્રિકેટને એક નવી ઉંચાઇએ લઇ ગયા છે: રણવીર સિંહ
લંડન: બૉલીવુડ સ્ટાર રણવીર સિંહે ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે વિરાટે ભારતીય ક્રિકેટ ટીમનું ચિત્ર જ બદલી નાખ્યું છે. રવિવારે મેન્ચેસ્ટરના ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સાથેની મેચ દરમિયાન રણવીરે કોમેમ્ટ્રીમાં ડેબ્યુ કર્યો હતો. તેમની સાથે સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ કોમેમ્ટ્રી બોક્સમાં હતા.
ફાઇલ ફોટો
રણવીરે ઇન્સ્ટાગ્રામ પર કપિલ દેવ સાથે ફોટો શેર કરીને વિરાટની પ્રસંશા કરી હતી. રણવીરે લખ્યું હતું કે, "વિરાટ એ સાચા રુપમાં આપણા આલ્ફા વોરિયરની જેમ આપણા દેશની ટીમને સંભાળી કરી રહ્યા છે."
રણવીર હાલ ફિલ્મ '83' માં કામ કરી રહ્યા છે, જે 1983 ના વર્લ્ડકપમાં ભારતના ઐતિહાસિક ખિતાબની સફળતા પર આધારિત છે અને રણવીર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે.