મુંબઈઃ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. મોટી હસ્તીઓથી લઈને સામાન્ય માણસ સુધીના લોકો પોતપોતાની રીતે લોકોની મદદ કરી કોરોના સામે લડવા પોતાનું યોગદાન આપી રહ્યાં છે. બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈ પોલીસ કલ્યાણ માટે મદદ કરવા આગળ આવ્યાં છે.
કોરોના સામે જંગ લડવા વિરુષ્કાએ મુંબઈ પોલીસને કર્યું દાન - અનુષ્કા શર્મા
કોરોના વાઈરસ સામે જંગ લડવા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કોરોના વોરિયર્સને દાન આપ્યું છે. મુંબઈ પોલીસેે દાન કરવા બદલ આ બંને સ્ટાર્સનો આભાર માન્યો હતો.
બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ ક્રિકેટર વિરાટ કોહલીએ મુંબઈ પોલીસને દાન કર્યુ છે. મુંબઈ પોલીસ અધિકારી પરમબીર સિંહે શનિવારે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા કોરોના મહામારી વચ્ચે પોલીસ કલ્યાણને પાંચ પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું છે.
પરમબીર સિંહે ટ્વીટ કર્યુ કે, 'વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના મુંબઈ પોલીસકર્મીઓ કલ્યાણ માટે પાંચ-પાંચ લાખ રૂપિાનું દાન કરવા બદલ આભાર. તમારુ યોગદાન કોરોના વાઈરસ સામે જંગ લડવા મુંબઈ પોલીસને મદદ કરશે.'