ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ - ગુજરાત ફાઇલ્સ બનાવાની જાહેરાત

કાશમીરી પંડિતો પર બનેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સ' (The kashmir Files) હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોઇને હર કોઇ ઇમોશનલ થઇ તેના આસુ બહેવાથી ખુદને રોકી શકતા નથી. હવે બોલિવૂડના વધુ એક દિગ્દર્શક વિનોદ કાપરી તેમની આગામી ફિલ્મ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાની જાહેરાત કરી (Vinod Kapri announce Gujarat Files) છે. તેણે આ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પણ કર્યા છે.

Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ
Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ

By

Published : Mar 16, 2022, 11:00 AM IST

ન્યૂઝ ડેસ્ક:વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સ' (The kashmir Files) એ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં 59 કરોડની કમાણી કરી ચૂકી છે. આ સંજોગમાં હવે એક બીજા સમાચાર સામે આવ્યાં છે. વિનોદ કાપરીએ એક ટ્વિટ કરી 'ગુજરાત ફાઇલ્સ' બનાવાની ઘોષણા કરી (Vinod Kapri announce Gujarat Files) છે. આ ફિલ્મ ગુજરાત રમખાણો પર આધારિત હશે.

વિનોદ કાપરીએ વડાપ્રધાને પાસે કરી આ માંગ

વિનોદ કાપરીએ આ ટ્વિટમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીને ટેગ કર્યા છે અને કહ્યું છે કે, "#GujaratFilesના નામે હું તથ્યો પર આઘારિત, કલાના આધારે ફિલ્મ બનાવવા માટે તૈયાર છું અને આ ફિલ્મમાં તમારી ભૂમિકાને પૂરા સત્યતાની સાથે વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવશે. વિનોદ કાપરીએ નરેન્દ્ર મોદીને એક સવાલ કર્યો કે, શું તમે આજે દેશની સામે મને આશ્વાસન આપશો કે નરેન્દ્ર મોદી જી ફિલ્મની રિલીઝને થંભાવશે નહીં?"

આ પણ વાંચો:Brahmastra Alia Firts Look : આલિયાએ આ લુકથી મચાવ્યો ખળભળાટ

વડાપ્રધાન આ ફિલ્મે પણ અભિવ્યકિતની સ્વતંત્રતાની ખાતરી આપે: વિનોદ કાપરી

આ બાદ વિનોદ કાપરીએ વધુ એક ટવિટ કરી લખ્યું છે કે, મારા આ ટવિટ પછી મેં કેટલાક નિર્માતાઓ સાથે વાત પણ કરી હતી. તે "#GujaratFiles બનાવવા માટે તૈયાર છે. તેમને બસ હવે એ વાતની ખાતરીની જરૂર છે કે, વડાપ્રધાન જે અભિવ્યકિતની સ્વતંત્રતાની વાત કરી રહ્યાં છે. તે જ ખાતરી તેમણે આ ફિલ્મ માટે આપવી જોઇએ".

જાણો વડાપ્રધાને 'ધ કાશમીર ફાઇલ્સ' પર શું પ્રતિક્રિયા આપી

વિનોદ કાપરીએ આ ટ્વિટ વડાપ્રધાનના એક વીડિયોવાળા ટ્વિટ પર કર્યું છે. જેમાં તેઓ 'ધ કાશમીર ફાઇલ્સ' પર પ્રતિક્રિયા આપતા (Pm Modi on Kashmir files Reaction) જોવા મળે છે. આ વીડિયોમાં વડાપ્રધાન કહેતા જોવા મળી રહ્યાં છે કે, જે લોકો અભિવ્યકતિની સ્વતંત્રતાનો ઝંડો લઇને ફરે છે. તે પૂરી જમાત છેલ્લા 5થી 6 દિવસોથી હલબલી ગઇ છે. તેઓ તથ્યોના આઘારે, કલાના આધારે ચર્ચા કરી રહ્યા નથી. કોઇ સત્ય ઉજાગર કરવાની હિંમત કરે તો તેણે જે સત્ય લાગ્યું તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો:Shahrukh app SRK+: શાહરૂખ ખાને OTT એપ SRK+ની કરી જાહેરાત, સલમાને માંગી પાર્ટી

ABOUT THE AUTHOR

...view details