મુંબઈ: સુશાંતની પ્રથમ ધારાવાહિક ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’ના ક્રિએટિવ ડિરેક્ટર વિકાસ ગુપ્તાએ સુશાંત અને અંકિતાના સંબંધો વિશે વાતચીત કરી હતી. સુશાંત અને અંકિતા પહેલીવાર તેમની ધારાવાહિક ‘પવિત્ર રિશ્તા’ ના સેટ પર મળ્યા હતા.
વિકાસે એક તસ્વીર શેર કરતા કહ્યું, “આ એ સમય હતો જ્યારે મેં સદાય હસતો, બેફિકર, ખુશમિજાજ જોયો હતો. તે ભારતના નંબર વન શો ને છોડી શકતો હતો અને અમે અઠવાડિયા સુધી ફક્ત ચા, કોફી અને બિસ્કીટ પર નવી નવી યોજનાઓ વિશે વાતો કરી શકતા. ફિલ્મો બનાવવાના પ્લાનિંગ કરી શકતા. મને યાદ છે કે સાઈડ રોલ મળવા બદલ તે યશરાજની ફિલ્મ ‘ઔરંગઝેબ’માં કામ કરવાની ના પાડવા અંગે અવઢવમાં હતો. ત્યારે અંકિતાએ તેને કહ્યું હતું કે, તારે તે જ કરવું જોઈએ જેનાથી તને આનંદ મળે, જ્યારે તું નિશ્વિત હોય ત્યારે જ નિર્ણય લેજે અને સુશાંતે ત્યારે એવી જ સ્માઇલ આપી હતી જેવી તેમણે આ ફોટોમાં આપી છે.”