મુંબઇ: વિજય દેવેરાકોંડાએ સોશિયલ મીડિયા પર એ વેબસાઇટ પર હુમલો કર્યો હતો. જે સ્પષ્ટપણે તેમની ઇમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી હતી. વિજય દેવરકોંડા હમણાં ખૂબ જ ગુસ્સે છે અને તેના ગુસ્સાનું કારણ છે. એક તેલુગુ ગપસપ વેબસાઇટ છે.
વિજય દેવેરાકોંડાએ ફેક ન્યૂઝ વિરુદ્ધ ભર્યું આ પગલું ભર્યું, સ્ટાર્સનું સર્મથન
વિજય દેવેરાકોંડા સોમવારે કિલ ફેકન્યૂઝ સાથે સામે આવ્યાં હતાં. જેમાં તેણે એક વેબસાઇટ સામે અવાજ ઉઠાવ્યો છે, જે તેની ઇમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ વેબસાઇટ હંમેશાં તેમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. તે તેની ફિલ્મોને ખરાબ કહે જ છે, હવે તેણે વિજયના લોકોને મદદ કરવાના આશય પર પણ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. એવું બન્યું કે, લોકોને રાશન આપવા માટે વિજયે 25 લાખ રૂપિયા આપ્યા હતાં. તેમણે લોકોને તેમના ફાઉન્ડેશનમાં પૈસા દાન કરવાની અપીલ પણ કરી હતી. જેથી આ મુશ્કેલ સમયમાં મહત્તમ લોકોને મદદ મળી શકે. લોકોએ તેનું પાલન કર્યું અને મામલો 25 લાખથી વધીને 70 લાખ થઈ ગયો.
આ રકમ સાથે વિજયના ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી 7500 પરિવારોને મદદ કરાઇ છે, પરંતુ તે વેબસાઇટે તેના સમાચારોમાં લખ્યું છે કે, વિજયે માત્ર 7500 લોકોને મદદ કરી છે. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે વિજય ઘણા લોકોની મદદ કરી શકતા નથી, વિજય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મજાક ઉડાવી રહ્યો છે, ત્યારબાદ વિજયે આ એક એક લાઇનનો તેના સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો.