હૈદરાબાદઃ તેલુુગુ અભિનેતા વિજય દેવરકોન્ડાએ ફેક ન્યૂઝ અને યલો જર્નાલિઝમને રોકવા પ્રયાસો હાથ ધર્યા છે. જેનાથી તેમની છબી ખરાબ કરવામાં આવી હતી. આની શરૂઆત વિજય પર ચેરિટી ફંડ્સનો ખોટી રીતે ઉપયોગ કરવાના આક્ષેપ બાદ થઈ છે.
ર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરકોન્ડાએ તેની છબી ખરાબ કરનાર પોર્ટલની નિંદા કરતાં કહ્યું કે, તે તેમની પર કાનૂની ફરિયાદ દાખલ કરવા પર વિચાર કરી રહ્યાં છે. વિજય દેવરકોન્ડાએ કહ્યું કે, એક ન્યૂઝ પોર્ટલે તેમની છબી ઈજજત પર દાગ લગાવવાની કોશિશ કરી છે, તેના પર વિચાર કરવાની જરૂરી છે.
તેલુગુ અભિનેતાએ કહ્યું કે, 'આપણે રોજ ઉઠીને આપણાં કામના માહોલને સાફ કરવાની જરૂર છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, મોટાભાગના પત્રકારોને ડાઉન માર્કેટમાં ટકી રહેવા માટે ક્લિકબેટ બનાવટી સમાચારનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. વિચારો, જો આપણે આવું થવા દઈએ, કારણ કે અંતે તો બિજનેસ જ છે. પોતાનો બિઝનેસ જાળવવા માટે દરકેને પોતાના કર્મચારીને પૈસા આપવાની જરૂર પડશે જ. પણ તેની સામે ઝુકવું ન જોઈએ. આપણે આને રોકવું જોઈએ, એક સમાજ તરીકે આપણે રોકવું જોઈએ.'