હૈદરાબાદઃ તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાએ પોતાના પ્રશંસકોને એ વાતની અપીલ કરી છે કે, તે હોમમેડ માસ્કનો ઉપયોગ કરે અને ઘરમાં સુરક્ષિત રહે.
દેવરકોન્ડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું તે, 'મારા પ્રિયજનો, આશા કરું છું કે, તમે બધા સુરક્ષિત છો. ક્લોથ ફેસ કવરિંગ પણ બિમારીને અમુક હદ સુધી રોકી શકે છે. ડૉકટર્સ માટે ફેસ માસ્ક છોડી દો અને તમે તેની જગ્યાએ રુમાલ, સ્કાર્ફ અથવા તમારી મમ્મીના કોઇ દુપટ્ટાનો ઉપયોગ કર્યો. તમારા ચહેરાને ઢાંકીને રાખો અને સુરક્ષિત રહો. #maskindia..'