હૈદરાબાદઃ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાએ બે મહત્વપૂર્ણ જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
વિજય દેવરકોન્ડાએ કહ્યું કે, 'કોઇ પણ તેના માટે તૈયાર નથી, પરંતુ આપણે બધા શક્તિશાળી છીએ. હું અને મારી ટીમ ક્યારેય લડાઇ માટે કહેતા નથી. મિડલ ક્લાસ પણ સંકટનો સામનો કરી રહ્યો છે. હું એક મિડલ ક્લાસ ફંડ શરુ કરવા માટે તમારી સાથે જોડાવા ઇચ્છું છું.'
તેમણે કહ્યું કે, 'હું 1.30 કરોડ રુપિયાની મદદ કરવાની જાહેરાત કરું છું. અમને બસ પ્રેમ, દયા અને સમર્થનની જરુર છે. હું તમને બધાને મારો પ્રેમ અને શક્તિ મોકલી રહ્યો છું.'
તેમણે 11 મીનિટની એક વીડિયો ક્લિપ પણ પોસ્ટ કરી હતી, જેમાં અભિનેતાએ આશ્વાસન આપ્યું કે, તે રોજગારનો અવસર પ્રદાન કરશે અને પોતાની બ્રાન્ચના માધ્યમથી કરિયાણાનો સામાન અને દવા જેવી તાત્કાલિક જરુરી વસ્તુઓનું પણ ધ્યાન રાખશે.
અભિનેતાએ કહ્યું કે, તે 2000થી વધુ પરિવારોની તાત્કાલિક જરુરિયાતોનું ધ્યાન રાખશે.
મહત્વનું છે કે, આ પહેલા પણ કોરોના સામેની લડાઇ માટે વિજય દેવરકોન્ડા આગળ આવ્યા હતા. તેમણે લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત કોરોના વાઇરસના સમયમાં ખૂબ જ જરુરી એવા માસ્ક વિશે પણ વાત કરતાં લોકોને હોમ મેડ માસ્ક તરફ વાળ્યા હતા.