મુંબઈઃ સુપરહીટ વિદ્યુત જામવાલે ફરી એકવાર સાબિત કરી દીધું છે, લોકાડઉન હોય કે ન હોય તે હંમેશા કોઈ પણ શારિરિક પડકારને સ્વીકારવા માટે તૈયાર હોય છે.
વિદ્યુત જામવાલે ફિટનેસ વીડિયો કર્યો શેર, જુઓ.. - બૉલીવુડ ન્યૂઝ
પોતાની ફિટનેસ માટે જાણીતા બ઼ોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક બેલગાડીને પોતાના દમ પર ખેંચતા જોવા મળી રહ્યાં છે.
અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિદ્યુત ખુદ એક બેલગાડીને ખેંચતાં જોવા મળી રહ્યાં છે. વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, 'પોતાની કુદરતી રૉ અનીમલ સ્ટ્રેંગ્થનો પ્રયોગ કરો.' વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ફુલ ભરેલી બેલગાડીને વિદ્યુત પોતાના દમ પર ખેંચતા જોવા મળે છે. અભિનેતા કઈંક આ રીતે પોતનો લોકડાઉનનો સમય પસાર કરી રહ્યાં છે.
અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, તેમજ આ વીડિયોને તેમના ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ વીડિયો પર ફેન્સ દ્વારા કોમેન્ટ કરવામાં આવી રહી છે.