મુંબઈ: બોલિવૂડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલે તેમની યુ ટ્યુબ ચેનલ પરના વીડિયોમાં પ્રાચીન કલારીપયટ્ટું શૈલીના સ્ટંટ શીખવાડતા જોવા મળી રહ્યા છે.
વિદ્યુત જામવાલે તેના નવા યુ ટ્યુબ વીડિયોમાં કર્યો બોન પ્રાના પંચ
બોલિવૂડના એક્શન સ્ટાર અને માર્શલ આર્ટિસ્ટ વિદ્યુત જામવાલે તેની યુ ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બોન પ્રાન પંચ શીખવાડતો નજરે પડી રહ્યો છે. આ આત્મરક્ષા માટેની પ્રાચીન કલારીપયટ્ટું શૈલી છે.
વિદ્યુત જામવાલે તેના નવા યુ ટ્યુબ વીડિયોમાં કર્યો બોન પ્રાના પંચ
તેઓ આ સ્ટંટ વિશે જણાવતા કહે છે, “તમે કેવીરીતે ઘુંસો મારો છો ફક્ત એ જ મહત્વનું નથી. પરંતુ તમારા હાથના સ્નાયુઓ, હાડકાઓ વગેરેનો તાલમેલ પણ આમા મહત્વનો છે.”
વિદ્યુત ટ્વીટર પર ઘણીવાર ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરતા હોય છે જ્યાં તેમના ચાહકો તેમને વિવિધ સવાલો પૂછતાં હોય છે. જો કે આત્મરક્ષાની પદ્ધતિઓ, પીઠ તેમજ ખભાના દર્દ વિશેની ચર્ચા વધુ થતી હોય છે.