મુંબઈ : 'ફોર્સ' અભિનેતા વિદ્યુત જામવાલે બોલિવૂડમાં અત્યાર સુધીની તેની કારકિર્દી વિશે કહ્યું હતું કે, તે શરૂઆતથી જ એકશન હીરો બનવા માંગતો હતો. જેના પર તે સતત કામ કરે છે. અભિનેતાએ કહ્યું કે, તે વર્તમાનમાં જીવવાનું માને છે.
જ્યારે લોકો મારા સ્ટારડમના વખાણ કરે ત્યારે મને ગર્વ થાય છે : વિદ્યુત જામવાલ
'ફોર્સ' અભિનેતા વિદ્યુત જામવાલે બોલિવૂડમાં અત્યાર સુધીની તેની કારકિર્દી વિશે કહ્યું હતું કે, તે શરૂઆતથી જ એકશન હીરો બનવા માંગતો હતો. જેના પર તે સતત કામ કરે છે. અભિનેતાએ કહ્યું કે, તે વર્તમાનમાં જીવવાનું માને છે.
વિદ્યુત જામવાલે કહ્યું હતું કે, તે શરૂઆતથી જ એક્શન હીરો બનવાની ઈચ્છા હતી. વિદ્યુતે 2011માં એક્શનથી ભરપૂર ફિલ્મ 'ફોર્સ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તે 'કમાન્ડો' ફ્રેન્ચાઇઝી અને 'જંગલી' જેવી એક્શન ફિલ્મમાં જોવા મળ્યો હતો.
હિન્દી સિનેમાની દુનિયામાં તે અત્યાર સુધીના પોતાના સફરને કેવી રીતે જુએ છે? આ સવાલ પર કહ્યું હતું કે, "હું વર્તમાનમાં રહું છું. ન તો હું ભૂતકાળ જોઉં છું કે ન તો ભવિષ્ય. હું ખુશ છું. હું હંમેશાં આવો જ રહ્યો છું. મારા પિતા સૈન્ય અધિકારી છે અને હું એક મધ્યમ પરિવારમાંથી આવુ છું. લોકોને લાગે છે કે મેં ઘણું પ્રાપ્ત કર્યું છે. જ્યારે મારા કુટુંબીજનો, મિત્રો અને બાળપણના મિત્રો મારા સ્ટારડમના વખાણે છે ત્યારે મને ગર્વ થાય છે."