મુંબઇ: 'ફોર્સ', 'કમાન્ડો' અને 'જંગલી' જેવી ફિલ્મોથી એક્શન હિરોનો ટેગ મેળવનાર વિદ્યુત જામવાલા હવે પછીની ફિલ્મ 'ખુદા હાફિઝ' માં પોતાની ઇમેજ બદલવા જઇ રહ્યો છે. જામવાલે કહ્યું હતું કે તેમની આગામી ફિલ્મ 'સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા' છે, જેમાં બહુ ઓછા એક્શન સીન છે.
વિદ્યુતે કહ્યું, 'ખુદા હાફિઝ એક રોમેન્ટિક ફિલ્મ છે. આ એવા માણસની વાર્તા છે જે પોતાની પત્નીને પાગલની જેમ પ્રેમ કરે છે અને મંદી દરમિયાન 2009 માં લગ્ન કરે છે. તેઓ વિદેશ જાય છે અને નોકરી મેળવે છે.આ એકદમ સાચી રોમેન્ટિક ફિલ્મ છે જેમાં થોડા જ એક્શન છે.