મુંબઈ: અભિનેતા વિદ્યુત જામવાલે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટથી તેના ચાહકોને આશ્ચર્ય ચકીત કર્યા છે. કમાન્ડો ફેમ એક્ટર શનિવારે ટ્વિટર પર પશુઓના ટોળાને ઘાસ ચારો ખવડાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. 39 વર્ષીય અભિનેતા વિદ્યુત જામવાલે આ વીડિયો શેર કરતા લખ્યું કે, એક દિવસ લોકડાઉન કન્ટ્રીબોયના જીવનનો એક દિવસ.
લોકડાઉન વચ્ચે ગાયોને ઘાસ ખવડાવી રહ્યો છે વિદ્યુત જામવાલ - લોકડાઉન
દેશવ્યાપી લોકડાઉન વચ્ચે એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અનેક ગાયોને ખવડાવતા નજરે પડે છે. અભિનેતાએ આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
વર્ક ફ્રન્ટ પરની વાત કરવાની વાત કરીએ તો, વિદ્યુત હવે ખુદા હાફિઝ નામના રોમેન્ટિક ડ્રામામાં જોવા મળશે. ફારૂક કબીર દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક - એક્શન - થ્રીલરમાં તેની સાથે શિવાલીકા ઓબેરોય જોવા મળશે. શિવાલીકા ઓબેરોયે તાજેતરમાં યે સાલી આશિકીમાં સ્વર્ગીય અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરીની સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
આ ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠક, સંજીવ જોશી અને અભિષેક પાઠક છે. આદિત્ય ચોકસી અને મુરલીધર છટવાણી સહ-નિર્માતા છે. વિદ્યુતે આવનારી ફ્લિક વિશે વાત કરતાં જણાવ્યું કે, આ એક સત્ય ઘટના પર આધારીત છે. આ મુવીમાં પતિ તેની પત્નીના પ્રેમમાં પાગલ છે. મંદી દરમિયાન 2009માં તેના લગ્ન થાય છે. તેઓ વિદેશ જાય છે, અને નોકરી મેળવે છે. આ એક હાર્ડકોર રોમેન્ટિક મૂવી છે.