મુંબઈ: વિદ્યુત જામવાલ અને શ્રુતિ હસનની ફિલ્મ 'યારા' 30 જુલાઇએ રજૂ થશે. આ ફિલ્મનું ગીત 'ભેદી' મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. 2 મિનિટ અને 32 સેકંડના આ ગીતમાં અંકિત તિવારી અને એશ્વર્યા મજમુદારે પોતાનો અવાજ આપ્યો છે જ્યારે શબ્દો મનોજ મુંતાશિરે લખ્યા છે.
શ્રુતિએ તેના ટ્વીટર એકાઉન્ટ પર આ ફિલ્મની ઝલક તેના ચાહકો માટે શેર કરી હતી. તો વિદ્યુત પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગીતને શેર કર્યું છે.