મુંબઇ: અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ ' શકુંતલા દેવી ' ને રિલીઝ ડેટ મળી ગઇ છે. ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 31 જુલાઈએ થશે. ફિલ્મની સીધી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર થશે.
ગુરૂવારના રોજ વિદ્યા બાલને એક વીડિયોના માધ્યમથી ‘શકુંતલા દેવી’ ફિલ્મની રિલીઝ થવાની તારીખની જાહેરાત કરી હતી.
આ ફિલ્મ વુમન કોમ્પ્યુટર માનવામાં આવતી શકુંતલા દેવી પર આધારિત છે. આ ફિલ્મમાં વિદ્યા બાલને શકુંતલા દેવીના પત્રમાં ભૂમિકા ભજવી છે.