ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિદ્યા બાલનની આવનારી ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટીઝર થયું રિલીઝ - શકુંતલા દેવીનું ટિઝર

વિદ્યા બાલનની આવનારી ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટીઝર સોશીયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાએ તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર તેને શેર કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મનું ટ્રેલર બુધવારે રિલીઝ થશે.

વિદ્યા બાલનની આવનારી ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટીઝર થયું રિલીઝ
વિદ્યા બાલનની આવનારી ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટીઝર થયું રિલીઝ

By

Published : Jul 14, 2020, 6:03 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની આવનારી ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવશે.

ટ્રેલર પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જેને વિદ્યાએ તેના સોશીયલ મીડિયા પર શેર કરતા લખ્યું, "જીનિયસને મળવા માટે તૈયાર થઇ જાવ. કાલે રિલીઝ થશે ટ્રેલર."

આ ફિલ્મ અસાધારણ ગાણિતિક પ્રતિભા ધરાવનાર શકુંતલા દેવીની બાયોપીક છે જેમાં વિદ્યા બાલન શકુંતલા દેવીની ભૂમિકામાં જ્યારે દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા તેની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત જીશું મેનન અને અમિત સાધ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 31 જુલાઇના રોજ રીલિઝ થશે. હાલમાં વિદ્યાની શોર્ટ ફિલ્મ 'નટખટ' પણ રિલીઝ થઇ છે જેને દર્શકો પસંદ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details