બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પોતાની અપકમિંગ ફિલ્મ 'મિશન મંગલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિદ્યાને જયલલિતાની બાયોપિક માટે પણ અપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ તે વાત કંઇ ખાસ જામી ન હતી. વિદ્યા બાલન બાદ આ ફિલ્મમાં કંગના રૈનોતને કાસ્ટ કરવામાં આવી છે. જેને લઇને વિદ્યાનું રિએક્શન સામે આવ્યું છે.
જયલલિતાની બાયોપિકમાંથી વિદ્યા બાલન આઉટ કંગના ઈન
મુંબઈ: જયલલિતાની બાયોપિક માટે પહેલા વિદ્યા બાલનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ફિલ્મ કંગના રૈનોત ફાળે ગઈ છે. જેના પર હવે વિદ્યાબાલનનું રિએક્શન સામે આવ્યું છે.
એક ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલને કહ્યું કે, 'હું પહેલા જ એક પાવરફુલ પોલિટિશિયનની બાયોપિકમાં કામ કરી રહી છું. મેં ઇન્દિરા ગાંધીની વેબ સીરિઝ માટે એક બુકના રાઇટ્સ પણ ખરીદ્યા છે.' કંગનાએ જયલલિતાની બાયોપિકમાં કામ કરવાના પ્રશ્ન પર વિદ્યાએ કહ્યું કે, 'જો બંને બાયોપિકમાં અમુક વર્ષનું અંતર હોત તો કદાચ બધું જ ઠીક હોત. દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ' તેની સાથે જ વિદ્યાએ ખુશી વ્યક્ત કરી કે, કંગના રૈનોત જયલલિતાની બાયોપિકમાં કામ કરી રહી છે.
મહત્વનું છે કે, વિદ્યા બાલન તેની આવનારી ફિલ્મમાં શંકુતલા દેવીની પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં પોતાના પાત્રને લઇને વિદ્યાનું કહેવું છે કે, આ પાત્ર ભજવવું ખૂબ જ મજેદાર હશે. શંકુતલા દેવીને અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેમની પ્રતિભા પહેલીવાર 5 વર્ષની ઉંમરમાં જ સામે આવ્યું હતું, જ્યારે તેમણે 18 વર્ષીય વિદ્યાર્થીઓ માટે ગણિતની સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા.