મુંબઈ: ફિલ્મનગરી મુંબઇમાં મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ ધીમે ધીમે ફિલ્મો તથા ટીવી સિરિયલોના શૂટિંગ શરૂ થઇ ગયા છે. કલાકારોનું જીવન પણ પાટે ચઢતું જોવા મળી રહ્યું છે ત્યારે હાલમાં તાપસી પન્નુએ તેની વેનીટી વેનની તસવીરો શેર કરી શૂટિંગ પર પાછી ફર્યાની માહિતી આપી હતી.
વિદ્યા બાલન આગામી ફિલ્મનું શૂટિંગ થતા ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી - વિદ્યા બાલન ઈન્સ્ટાગ્રામ
તાપસી પન્નુ બાદ હવે વિદ્યા બાલન પણ શૂટિંગ પર પાછી ફરી છે. લાંબા સમય બાદ ફિલ્મ શરૂ થવાની ખુશી તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી જતાવી હતી.
વિદ્યા બાલન આગામી ફિલ્મનું શૂટિંગ થતા ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી
તાપસી બાદ હવે વિદ્યા બાલને પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મના શૂટિંગની તસ્વીરો શેર કરી હતી. તસ્વીરમાં તેણે તેના ડિઝાઈનર અને અન્ય શૂટિંગ ટીમના સભ્યો સાથે પોઝ આપ્યો હતો જેમણે માસ્ક પહેરેલા હતા. જો કે વિદ્યાએ માસ્ક પહેર્યું ન હતું.
લાંબો સમય ચાલેલા લોકડાઉન બાદ શુટિંગનો ધમધમાટ ચાલુ થતા કલાકારો આનંદ અનુભવી રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીના પણ અનેક કલાકારો સેટ પરની તસ્વીરો શેર કરી ખુશી વ્યક્ત કરી હતી.