અનુ મેનન દ્વારા ડાયરેક્ટર ફિલ્મની સ્ટોરી શકુંતલા દેવી પર આધારિત છે. જેમણે ગણિતને સરલ બનાવ્યું હતું. શકુંતલા દેવી રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતાં. 1982ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમણે પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એસ્ટ્રોલોજર અને નોવેલિસ્ટ પણ હતાં. તેમની પહેલી બુક ‘ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ’ને ભારતમાં હોમોસેક્સ્યુઆલિટીની પહેલી સ્ટડી તરીકે ગણવામાં આવે છે. શકુંતલા દેવી 5 વર્ષની વયમાં 18 વર્ષના વિદ્યાર્થીના સવાલો સરળતાથી સોલ્વ કરી દેતા હતા.
વિદ્યા બાલનની 'શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર' આ દિવસે થશે રિલીઝ - વિદ્યા બાલનની ફિલ્મ
મુંબઇ: વિદ્યા બાલનની સ્ટારર અપકમિંગ ફિલ્મ 'શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર'. જેમાં અભિનેત્રી જીનિયસ ગણિતજ્ઞ શકુંતલા દેવીના પાત્રમાં જોવા મળશે. વિદ્યા બાલન સ્ટારર બાયોપિક ‘શકુંતલા દેવી’ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી વિદ્યા બાલને સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો શેર કરીને આપી હતી. તેણે કોયડો બનાવીને ફેન્સને રીલિઝ ડેટ પૂછી હતી અને વીડિયોના એન્ડમાં તેણે રિલીઝ ડેટ જણાવી દીધી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 8 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હ્યુમન કમ્પ્યુટર ગણાતા શંકુતલા દેવીના જીવન પર આધારિત છે.
વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર આ દિવસે થશે રિલીઝ
બાયોગ્રાફિકલ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને જિશૂ સેનગુપ્તા પણ મહત્વના પાત્રમાં જોવા મળશે.