ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જ્યારે તમે એવોર્ડ જીતો છો, ત્યારે બધું જ સારું લાગે છે: વિદ્યા બાલન - એમેઝોન ફિલ્મફેર એવોર્ડ 2020

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન એમેઝોન ફિલ્મફેર એવોર્ડ 2020ની આગામી 65 સંસ્કરણ માટે એક પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થઈ હતી. જ્યાં અભિનેત્રીએ ફિલ્મફેર એવોર્ડ જીતવાની ખુશી વ્યક્ત કરી હતી.

etv bharat
etv bharat

By

Published : Feb 3, 2020, 12:33 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મી કેરિયરમાં સફળતા મેળવી છે. ભારતમાં લોકપ્રિય ધારણાઓનું ખંડન કરે છે. એક લોકપ્રિય બોલિવૂડ પુરસ્કાર સમારોહની 2020 આવૃતિને પ્રોત્સાહન આપવા માટે તેમણે કહ્યું કે, જ્યારે કોઈ કલાકાર પુરસ્કાર જીતે છે, ત્યારે તેમને બધું જ સારું લાગે છે.

એમેઝોન ફિલ્મફેર એવોર્ડ 2020ની આગામી 65મી આવૃતિ માટે એક પ્રમોશનલ ઈવેન્ટમાં વિદ્યા બાલને કહ્યું કે, લોકો એવોર્ડ સમારોહમાં કેટલીક વાતો કરે છે, પરંતુ મને લાગે છે કે, જ્યારે તમારા હાથમાં પુરસ્કાર મળે છે ત્યારે બધું જ સારું લાગે છે. મને લાગે છે કે, દરેક ભારતીય અભિનેતા કે અભિનેત્રી ફિલ્મફેર પુરસ્કાર જીતવાનું એક સપનું હોય છે. આ મારું સપનું પણ હતુ. મેં ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે અને 1 વર્ષમાં મે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ક્રિટિક્સ એવોર્ડ જીત્યો છે.

અભિનેત્રીએ કહ્યું કે, હું સતત 4 વર્ષ સુધી એક એવોર્ડ મેળવવા માટે મંચ પર ગઈ છું. જ્યારે પ્રથમ વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો તો મને લાગતું હતું કે, હું પાગલ થઈ જઈશ. ત્યારબાદ મેં સતત 4 વર્ષ સુધી આ એવોર્ડ જીત્યો જેનો મને વિશ્વાસ થતો નથી. વિધા બાલને 'પા' (2010) 'ઈશ્કિયા' (2011) 'ધ ડર્ટી પિક્ચર' (2012) અને 'કહાની' (2013)માં ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે.

જ્યારે હું ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થઈ છું ત્યારે મને ખુબ ખુશી થાય છે કારણ કે, તે વર્ષનો સર્વશ્રેષ્ઠ સન્માન છે. 65માં એમેઝોન ફિલ્મફેર એવોર્ડનું 15 ફેબ્રુઆરી 2020ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ આસામમાં આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details