- બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ
- તુર્કીમાં સલમાને ફિલ્મ 'ટાઈગર 3'ના સેટ પર કર્યો હતો ડાન્સ
- સલમાન ખાને 'જીને કે હૈ ચાર દિન' ગીત પર કર્યો ડાન્સ
તુર્કીમાં 'ટાઈગર-3'ના સેટ પર સલમાન ખાને 'જીને કે હે ચાર દિન' ગીત પર કર્યો ડાન્સ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ - undefined
બોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન અત્યારે તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ઘણા ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ સલમાન ખાન ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં કરી રહ્યા છે. જોકે, તે દરમિયાન સલમાન ખાને પોતાના પ્રખ્યાત ગીત 'જીને કે હે ચાર દિન' પર ડાન્સ કર્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે.
તુર્કીમાં 'ટાઈગર-3'ના સેટ પર સલમાન ખાને 'જીને કે હે ચાર દિન' ગીત પર કર્યો ડાન્સ,
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાને હાલમાં ફિલ્મ 'ટાઈગર 3'ના શૂટિંગ માટે તુર્કીમાં છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સલમાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મના સેટ પર તેના જ ગીત 'જીને કે હૈ ચાર દિન' પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન સ્ટાઈલિશ જેકેટ, ટોપી સાથે ખૂબ જ ડેશિંગ લાગી રહ્યા છે.