મુંબઈઃ યશરાજ ફિલ્મ્સ તથા એક્સેલ એન્ટરટેઈન્મેન્ટે સાથે મળીને આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘તૂફાન’ને એકબીજા સાથે રિલીઝ ડેટ્સ એક્સચેન્જ કરી છે. પહેલાં ‘જયેશભાઈ જોરદાર’ 18 સપ્ટેમ્બરે અને ‘તૂફાન’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.
રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ હવે બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. જ્યારે ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે. હવે, રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની ટક્કર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ તથા વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ સાથે થશે. ફરહાન અખ્તરની ફિલ્મ તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરુબા’ સાથે ટકરાશે.