મુંબઇઃ અભિનેતા વિક્કી કૌશલને લાગે છે કે, તે સ્લીપ પૈરાલિસિસ એક ભયાનક ઘટના છે. જો કે, ઇન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલે હાલમાં જ એક ફેન્સ સાથે ઇન્ટરેક્ટિવ સેશન આયોજીત કર્યો હતો. તે દરમિયાન એક યૂઝરે તેને પૂછ્યું કે, શું તેમણે ક્યારેય વાસ્તિક જીવનમાં ભુત જોયું છે, તો વિક્કી કૌશલે સ્લીપ પૈરાલિસિસ વિશે જણાવ્યું હતું.
તેમણે લખ્યું કે, મને કેટલીય વાર સ્લીપ પૈરાલિસિસનો અનુભવ થયો છે. જે ખૂબ જ ભયાનક હોય છે. સ્લીપ પૈરાલિસિસ એક ચિકિત્સક સ્થિતિ છે, જ્યાં એક વ્યક્તિ ઉંઘમાંથી જાગ્યા બાદ ચાલવા અથવા બોલવામાં અસ્થાયી રીતે અસક્ષમતાનો અનુભવ કરે છે.