મુંબઇ: કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વાઇરસના કેસો વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને હસ્તીઓ સુધીના દરેક જણ કોરોનાથી પીડિત છે. અત્યાર સુધી, ઘણા રાજકારણીઓ અને ફિલ્મ હસ્તીઓને વાઇરસનો ચેપ લગ્યો છે. ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સિંગરે બુધવારે એક વીડિયો બહાર પાડીને આ માહિતી આપી હતી.
તેણે જણાવ્યું કે, તેને થોડા દિવસોથી તાવ અને શરદી છે. આ લક્ષણો પછી, તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પછી પરિણામ પોઝિટિવ આવ્યું છે. ડૉક્ટરોએ તેને હોમ કોરોન્ટાઇન રહેવાની અને દવાઓ લેવાની સૂચના આપી છે. તેના પરિવારજનો ચિંતિત હતા, તેથી તેણે પોતાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.