ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિગ્ગજ લેખક અને દિગ્દર્શક સાગર સરહદીનું 87 વર્ષની વયે નિધન - સાગર સરહદીની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગ

લેખક અને ફિલ્મ નિર્માતા સાગર સરહદીનું લાંબા સમયની બીમારી બાદ તેમના મુંબઇ ઘરે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે ઘણી તેજસ્વી ફિલ્મો કભી કભી, નૂરી, ચાંદની, દૂસરા આદમી અને સિલસિલા લખી છે. તેમણે ફિલ્મ બજાર લખી અને તેનું દિગ્દર્શન પણ કર્યું હતું.

દિગ્ગજ લેખક અને દિગ્દર્શક સાગર સરહદીનું 87 વર્ષની વયે નિધન
દિગ્ગજ લેખક અને દિગ્દર્શક સાગર સરહદીનું 87 વર્ષની વયે નિધન

By

Published : Mar 22, 2021, 1:29 PM IST

  • સાગર સરહદીએ લાંબા સમયની બીમારી બાદ તેમના મુંબઇ ઘરે અંતિમ શ્વાસ લીધા હતા
  • સાગર સરહદીએ નૂરી, બાજાર, કભી કભી, સિલસિલા, ચાંદની ઔર દીવાના જેવી ફિલ્મો લખી
  • તેમને વર્ષ 2018માં હાર્ટ ઍટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મુંબઇ:પીઢ લેખક અને ફિલ્મ નિર્માતા સાગર સરહદીનું 87 વર્ષની વયે નિધન થયું છે. સાગર સરહદીએ લાંબા સમયની બીમારી બાદ તેમના મુંબઇ ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. સાગર સરહદીએ નૂરી, બાજાર, કભી કભી, સિલસિલા, ચાંદની ઔર દીવાના જેવી ફિલ્મો લખી છે. સાગર સરહદીની હાર્ટની સમસ્યા હોવાથી અચાનક તબિયત લથડતાં તેમને કાર્ડિયાક કેર હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2018માં હાર્ટ ઍટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:કથકલી નૃત્ય સમ્રાટ પદ્મશ્રી ચેમનચેરી કુનિરામન નાયરનું 105 વર્ષની વયે નિધન

ફિલ્મ ઉદ્યોગમા મોટું નુકસાન

સાગર સરહદીની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગ શ્રેષ્ઠે વાર્તાકારોમાં થાય છે. તેણે કભી કભી, સિલસિલા અને દીવાના સહિતની અનેક હિટ ફિલ્મો લખી છે. સાગર સરહદીએ ફિલ્મ બજારનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં સ્મિતા પાટિલ, ફરરૂખ શેખ અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા. વિવેચકો દ્વારા આ ફિલ્મની સારી પ્રશંસા પણ કરવામાં આવી હતી. સાગર સરહદીના અવસાન પછી ફિલ્મ નિર્માતા અશોક પંડિતે લખ્યું છે કે, 'જાણીને દુ:ખ થયું છે કે, પ્રખ્યાત લેખક અને દિગ્દર્શક સાગર સરહદીનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમણે ઘણી તેજસ્વી ફિલ્મો કભી કભી, નૂરી, ચાંદની, દૂસરા આદમી અને સિલસિલા લખી છે. તેમણે ફિલ્મ બજાર લખી અને તેનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.'

આ પણ વાંચો:પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન

ABOUT THE AUTHOR

...view details