ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીએ લીધી વિદાય, કલકત્તામાં થયું નિધન - bollywoodnews

દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું રવિવારે કલકત્તાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સૌમિત્ર કોરોનાને માત આપીને તો સાજા થઈ ગયા હતા, પરંતુ અન્ય સ્વાસ્થ્યને લગતી બિમારી સામે હારી ગયા.

દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીએ લીધી વિદાય, કલકત્તામાં થયું નિધન
દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીએ લીધી વિદાય, કલકત્તામાં થયું નિધન

By

Published : Nov 15, 2020, 1:17 PM IST

Updated : Nov 15, 2020, 3:39 PM IST

  • દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન
  • 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  • કલકત્તાના બેલે વ્યૂ હોસ્પિટલમાં ICUમાં હતા દાખલ
  • દાદા સાહેબ ફાળકે અવોર્ડથી હતા સન્માનિત

કલકત્તા: 85 વર્ષિય દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીએ દુનિયાને અલવિદા કહ્યું છે. રવિવારે કલકત્તાના એક હોસ્પિટલમાં નિધન થયું હતું. 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સૌમિત્ર કોરોનાને માત આપીને તો સાજા થઈ ગયા હતા, પરંતુ અન્ય સ્વાસ્થ્યને લગતી બિમારી સામે હારી ગયા.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધનથી તેનો ચાહક વર્ગ શોકમાં ગરકાવ થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનેતાના નિધનને લઇ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

અભિનેતાનો તાજેતરનો પ્રોજેક્ટ

સૌમિત્ર અભિનેતા પરમબ્રત ચટ્ટોપાધ્યાય દ્વારા નિર્દેશિત 'અભિજન' નામની એક ડોક્યુમેન્ટ્રીનું શુટિંગ કરી રહ્યા હતા. છેલ્લીવાર તે 1 ઓક્ટોબરે ભારતલક્ષ્મી સ્ટૂડિયોમાં શૂટિંગ માટે ગયા હતા.

અભિનેતાના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરની પ્રતિક્રિયા

સૌમિત્રને લગભગ 40 દિવસ પહેલા કલકત્તાના બેલે વ્યૂ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારથી તેમનું સ્વાસ્થ્ય ખુબ જ બગડી ગયુ હતું. શનિવારે મોડી રાત્રે સૌમિત્રની હાલત વધુ બગડતા ડોક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, અમને દુ:ખ છે કે, સૌમિત્ર પર સારવારની કોઈ અસર થઈ રહી નથી. અમે અંત સુધી પ્રયત્નો કરી રહ્યા છીએ. વધુમાં જણાવ્યુ હતુ કે, અમારા તમામ પ્રયાસો બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધાર જોવા મળ્યો ન હતો.

દાદા સાહેબ ફાળકે અવોર્ડથી હતા સન્માનિત

દાદા સાહેબ ફાળકે અવોર્ડથી એનાયત અભિનેતાની સારવાર કરી રહેલા અન્ય એક ડોક્ટરે કહ્યુ હતુ કે તેમની સારવારમાં કોઈ ઉણપ રાખી ન હોતી પરંતુ તેની લાઈફ સપોર્ટમાં કોઈ મદદ મળી રહી નથી. તેઓ જીંદગી અને મોતની લડાઈ લડી રહ્યા હતા.

કોવિડની જાળમાં પણ આવ્યા હતા

ડોક્ટરે જણાવ્યું હતુ કે, સૌમિત્રના તંત્રિકા તંત્રમાં કોવિડ એન્સેફેલોપેથી સ્થાપિત કરી હતી જેના કારણે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

Last Updated : Nov 15, 2020, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details