- હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો
- ધર્મેન્દ્રએ અભિનેત્રી જયા બચ્ચન સાથેનો જૂનો ફોટો શેર કર્યો
- ફોટોના કેપ્શનમાં લખ્યું કે, જયા બચ્ચન તેમની મોટી ફેન હતી
અમદાવાદઃ હિન્દી સિનેમાના પીઢ અભિનેતા Dharmendra 85 વર્ષની વયે પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ તેમણે અભિનેત્રી Jaya Bachchan સાથેનો જૂનો ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વાત એમ છે કે, અભિનેતા ધર્મેન્દ્ર પોતાની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ પોતાની કો-સ્ટાર રહી ચૂકેલી જયા બચ્ચન સાથે ફરી એકવાર કામ કરશે. એટલે ધર્મેન્દ્રએ આ ફોટો શેર કર્યો હતો. ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, જયા બચ્ચન તેમની બહુ મોટી ફેન હતી.
ધર્મેન્દ્ર આગામી ફિલ્મમાં જયા બચ્ચન સાથે કામ કરવા ઉત્સુક