ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરૂણ ધવને ડૉગ્સની સાથે શેર કર્યો ફોટો, સેલેબ્સે આપ્યું ક્યુટ રિએક્શન - Varun Dhawan latest news

મુંબઇઃ વરૂણ ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના બે પાલતૂ જાનવરો સાથે ફોટોઝ શેર કર્યા છે.

Etv Bharat, Gujarati News, Varun Dhavan
વરૂણ ધવને ડૉગ્સની સાથે શેર કર્યો ફોટો

By

Published : Jan 15, 2020, 10:43 AM IST

આ શેર કરેલા ફોટોઝમાં અભિનેતાના હાફ લેંથની રિપ્ડ જીન્સ, તેની સાથે ગ્રાફિક ટી-શર્ટ અને લેધર જેકેટ પહેરેલું છે. પોસ્ટ પર રિએક્ટ કરતા અનુષ્કા શર્માએ મઝાકિયા અંદાજમાં લખ્યું કે, 'શું આ ડૉગ્સ તારી જીન્સને ખાવા માટેના જવાબદાર છે?'

રિયા કપૂરે પણ પોસ્ટ પર રિપ્લાય આપતાં કહ્યું કે, 'મને તું કઇ રીતે રાખીશ, @varun_dvn'

આ પોસ્ટ પર 9 લાખથી વધુ લાઇક્સ અને ખૂબ જ કમેન્ટ્સ આવ્યાં છે. જેમાં અભિનેતાએ ફેન્સ અને ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પણ સામેલ છે.

હાલમાં તો વરૂણ ડાન્સ-ડ્રામા ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D' માટેના પ્રમોશન્સનમાં વ્યસ્ત છે. અભિનેત્રી આવનારી કૉમેડી- ડ્રામા ફિલ્મ 'મિસ્ટર લેલે' જલ્દી જ રિલીઝ થશે. અભિનેતા આ ફિલ્મમાં કૉમિક રોલ કરતા જોવા મળશે.

'સ્ટ્રીટ ડાન્સર 3D'નું નવું ગીત 'તૂ લગદી' પણ સોશિયલ મીડિયા પર રીલિઝ થયું છે. અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર તેની અનાઉન્સમેન્ટ કરી હતી. 'ધડક' નિર્દેશક શશાંક ખૈતાનના નિર્દેશનમાં બનનારી ફિલ્મને કરન જોહર, હીરૂ યશ જોહર, અપૂર્વા મહેતા અને નિર્દેશક શશાંક ખૈતાને સહ-નિર્મિત કરશે.

ABOUT THE AUTHOR

...view details