ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરૂણે શ્રદ્ધાને આપી આ ખાસ ગિફ્ટ, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર માન્યો આભાર - ઝાયલોફોનની ખરીદી

મુંબઈઃ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મ 'સ્ટ્રીટ ડાંસર 3 ડી' ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે થોડા દિવસોથી ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેતાઓ ચંડીગઢના પ્રવાસે હતા. ત્યારબાદ ત્યાં પરત ફરતી વખતે એયરપોર્ટ પર વરૂણ ધવને શ્રદ્ધા કપુરને એક ગિફ્ટ આપી હતી. જેને અભિનેત્રી ઘણા સમયથી લેવાનું વિચારી રહી હતી.

Varun gifts Xylophone to Shraddha
Varun gifts Xylophone to Shraddha

By

Published : Jan 20, 2020, 9:28 AM IST

રવિવારે સવારે ચંડીગઢથી પરત ફરતી વેળાએ મુંબઈ એયરપોર્ટ પર બન્ને સ્ટાર્સ નજરે પડ્યા હતા. આ દરમિયાન વરૂણે એયરપોર્ટમાંથી જ એક ઝાયલોફોનની ખરીદી કરી તેને શ્રદ્ધાને ગિફ્ટ કર્યો હતો.

અભિનેત્રીની ઈચ્છા મુજબની ગિફ્ટ આપતા તે ખુબ ખુશ થઈ હતી અને તેણીએ વરૂણનો આભાર માનતા આ ગિફ્ટ વિશે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details