ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરુણ ધવને તેની માતાના જન્મદિવસ પર ખાસ પોસ્ટ શેર કરી - વરુણ ધવન

વરુણ ધવને તેની માતાનો જન્મદિવસ ઉજવતા ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસ્વીર શેર કરી છે જેમાં તેનો ભાઈ રોહિત પણ જોવા મળી રહ્યો છે.

વરુણ ધવને તેની માતાના જન્મદિવસ પર ખાસ પોસ્ટ શેર કરી
વરુણ ધવને તેની માતાના જન્મદિવસ પર ખાસ પોસ્ટ શેર કરી

By

Published : Jun 12, 2020, 8:53 PM IST

મુંબઈ: અભિનેતા વરુણ ધવને તેની માતાના જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે જેમાં કેપશનમાં તેણે તેની માતાને શુભેચ્છાઓ પાઠવી હતી.

વરુણે શેર કરેલી આ તસ્વીરમાં તે તેની માતાની ગોદમાં બેસેલો છે જ્યારે તેનો ભાઈ રોહિત પાછળ ઊભો રહી પોઝ આપી રહ્યો છે.

વરુણ ધવને તેની માતાના જન્મદિવસ પર ખાસ પોસ્ટ શેર કરી

વરુણે કેપશનમાં લખ્યું, “ મારા જીવનના સૌથી મજબૂત વ્યક્તિ. ફર્નિચર બનાવવાથી માંડીને નર્સરી ટીચર બનવું, સ્પોર્ટસ પ્રેક્ટિસ માટે અમને લઈ જવા, મને મારી પહેલી એક્ટિંગ વર્કશોપમાં લઇ જવો અને બીજું ઘણું બધું. આ બધું તમે જ કરી શકો એમ છો.”

આ બર્થડે વિશ ની સાથે વરુણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક બીજો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેની માતા તેના પિતા સાથે કેક કાપી રહી હતી અને બેકગ્રાઉન્ડમાં વરુણ અને ઘરના અન્ય સભ્યો બર્થડે સોંગ ગાઈ રહ્યા હતા.

વરુણ હવે સારા અલી ખાન સાથે તેના પિતા ડેવિડ ધવનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "કુલી નંબર 1" માં જોવા મળશે

ABOUT THE AUTHOR

...view details