ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરુણ ધવનની માસીનું નિધન, અભિનેતાએ વ્યક્ત કર્યું દુઃખ - વરુણ ધવન

દેશમાં કોરોના વાઇરસને લીધે લોકડાઉન ચાલુ છે. આ વચ્ચે બૉલિવૂડ એક્ટર વરુણ ધવનની માસીનું નિધન થયું છે. વરુણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાના માસીના નિધન વિશે માહિતી આપી હતી. માસીના નિધનના સમાચાર શેયર કરતા તેમણે ગાયત્રી મંત્ર લખ્યો હતો અને માસીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Etv Bharat, Gujarati News, Varun Dhawan expresses grief over aunt's death
Varun Dhawan expresses grief over aunt's death

By

Published : May 24, 2020, 3:09 PM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટર વરુણ ધવને શનિવારે શેયર કર્યું કે, તેની માસી હવે આ દુનિયામાં રહ્યા નથી.

પોતાની માસીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા વરુણે ઇન્સ્ટાગ્રામ પર તેણી સાથેનો એક ફોટો શેર કર્યો, જેમાં તે તેને ગળે મળતા જોવા મળે છે.

આ ફોટાના કૈપ્શનમાં લખ્યું કે, 'લવ યૂ માસી...આરઆઇપી' આ સાથે જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર ગાયત્રી મંત્ર પણ લખ્યો હતો.

આ સમાચાર પર પોતાની સંવેદના જણાવતા અભિનેત્રી સોનમ કપૂરે લખ્યું કે, હે ભગવાન, હું ખૂબ જ દુઃખી છું વરુણ...

નુસર ભરુચાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ખૂબ જ દુઃખદ વરુણ, ખૂબ જ સંવેદનાઓ...

વરુણ મોટા ભાગે પોતાની માસી માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા રહે છે ગત્ત વર્ષે માતૃ દિવસે પણ તેમણે પોતાની માસીને વિશ કર્યું હતું.

તેમણે લખ્યું હતું કે, હેપ્પી મધર્સ ડે. આ હું અને મારી મમ્મી અને માસી સાથે, કારણ કે, માસી માં જેવી જ છે.

ABOUT THE AUTHOR

...view details