મુંબઇ: પોતાની શાનદાર એક્ટિંગ માટે લોકોના દિલ જીતનાર વરૂણ ધવન તેની ગર્લફેન્ડ નતાશા દલાલની સાથે ફિલ્મ નિર્માતા શશાંક ખેતાનની બર્થ-ડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની કારનું ટાયર ફોટોગ્રાફરના પગ પર ચઢી ગયું હતું.
વરુણની કારનું પૈડું ફોટોગ્રાફરના પગ પર ચઢી ગયું, અભિનેતાએ કંઈક કહ્યું આવું... - ફિલ્મ નિર્માતા શશાંક ખેતાન
અભિનેતા વરૂણ ધવને પોતાના ફેન્ડલી વર્તન માટે ખૂબ લોકપ્રિય છે. લોકો પ્રત્યેનો તેનો સારો વ્યવહાર તેના ચાહકોમાં પોઝીટિવ ઇમેજ બનાવી રાખે છે. હાલમાં જ વરૂણ ધવનનો ફોટો લેવા જતા ફોટોગ્રાફરનો પગ વરૂણની કાર નીચે આવી જતા વરૂણે જે કર્યું તે જોવાલાયક હતું.
આ દરમિયાન ખેતાનની ઘરની બહાર ફોટોગ્રાફરની ભીડ જમા હતી. વરૂણની કાર આવતા બધા ફોટોગ્રાફર તેની ફોટો લેવા પહોંચ્યા હતા. તે દરમિયાન ધવનની કારનું ટાયર એક ફોટોગ્રાફરના પગ પર ચઢી ગયું હતું. આ ઘટના બાદ ત્યાં ભીડ જમા થઇ ગઇ હતી. જેમાં ફોટોગ્રાફરને સમજાવતા કહ્યું કે, 'તમને ફોટો કયારે નથી આપ્યો કે, તમે લોકો આવું કરો છો. હું આવું છું ને તમારી પાસે ફોટો પડાવવા, હું જ્યારે આવું ત્યારે ફોટો પડાવું જ છું.' ત્યારબાદ વરૂણે ફોટોગ્રાફરની હાલત પૂછી અને તેને ખાત્રી થઇ કે, હવે તે ઠીક છે. ત્યારબાદ તે પાર્ટીમાં અંદર ગયો હતો.
વરૂણ ધવનની આગામી ફિલ્મ 'કુલી નં-1'ની શૂટિંગ હાલમાં જ પૂર્ણ થયું છે. ડેવિડ ધવન નિર્દશિત આ ફિલ્મમાં સારા અલી ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થશે.