ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લગ્નગ્રંથીથી જોડાયા વરુણ અને નતાશા, ફોટો શેર કર્યા - વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન

બૉલીવુડ અભિનેતા વરુણ ધવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે. અલીબાગના રિસોર્ટ ધ મેંશન હાઉસમાં આ યુગલે સાત ફેરા લીધા હતા. વરુણ અને નતાશાએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા ફર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સામે આવી છે, જે વરુણ ધવને શેર કરી છે.

natasha dalal wedding
natasha dalal wedding

By

Published : Jan 25, 2021, 10:09 AM IST

  • બૉલીવુડ એક્ટર વરુણ ધવને કર્યા લગ્ન
  • ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્નજીવનની શરૂઆત કરી
  • મેંશન રિસોર્ટમાં યોજાયા હતા લગ્ન

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર વરુણ ધવને રવિવારની સાંજે નતાશા દલાલ સાથે પોતાના લગ્નની પહેલી તસવીર શેર કરી છે. અભિનેતાએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર નવવિવાહિત યુગલની તસવીર એક નાના કેપ્શન સાથે શેર કરી હતી.

વરુણે શેર કર્યો ફોટો

વરુણે આ ફોટોમાં કેપ્શન આપ્યું કે, લાઇફ લોન્ગ લવ હવે ઑફિશિયલ છે. વરુણ અને નતાશાએ માત્ર નજીકના લોકોની હાજરીમાં રવિવારે અલીબાગમાં લગ્ન કર્યા હતા.

વરુણે શેર કરી તસવીર

લગ્ન સમારોહમાં નજીકના મિત્રો રહ્યા હાજર

લગ્ન સમારોહમાં કરણ જોહર, જોઆ મોરાની, કૃણાલ કોહલી અને શશાંક ખેતાન સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વરુણના ખાસ મિત્રો હાજર રહ્યા હતા.

વરુણે શેર કરી તસવીર

નતાશાએ પત્રકારોને મીઠાઇ આપી

વરવધૂએ મીડિયા માટે લાડૂ પણ મોકલ્યા હતા, જે લોકો લગ્ન સમારોહની બહાર ફોટો ક્લિક કરવાની રાહ જોઇ રહ્યા હતા. રવિવારે યોજાનારા આ લગ્નની તૈયારી મેંશન રિસોર્ટમાં 22 જાન્યુઆરીથી થઇ રહી હતી.

ABOUT THE AUTHOR

...view details