‘સ્ટ્રીટ ડાન્સર-3’ના શૂટ દરમિયાન ભાવુક થયો વરૂણ ધવન, જાણો કેમ... - street dancer 3 film
મુબંઇઃ બોલીવુડ અભિનેતા વરુણ ધવન આગામી ફિલ્મની શૂટીંગ દરમિયાન ભાવુક થયો હતો. તેણે પોતાની ઇન્સટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો મૂક્યો જેમાં તેની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. તેનો આ વિડીયો હાલ સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
![‘સ્ટ્રીટ ડાન્સર-3’ના શૂટ દરમિયાન ભાવુક થયો વરૂણ ધવન, જાણો કેમ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3364714-thumbnail-3x2-varun.jpg)
ફિલ્મ અભિનેતા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ રહે છે.તેઓ પોતાની ફિલ્મની શૂટીંગના ફોટા અને વીડિયો શેયર કરતા રહે છે. એવા જ એક લોકપ્રિય અભિનેતાએ વરુણ ધવન વીડિયો હાલ સોશિલ મીડીયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો વરુણ ધવનની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટીંગ દરમિયાનનો છે. જેમાં તે પોતે ભાવુક થયો હોવાનું જણાવે છે.
તે ભાવુક થવાનું કારણ પૂછતાં તે કહે છે કે, તેણે એક ભાવુક ગીતનું શૂટીંગ કર્યુ હતુ. જેના કારણે તે ભાવુક થઇ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વીડિયો શેયર કર્યો હતો. સાથે રેમો ડીસૂઝા સાથેના સંબંધ અને ભાવુકતા વિશે જણાવ્યું કે, ગીતના એક ટેકમાં જ વર્ષોથી મનમાં જાળવી રાખેલી લાગણી બહાર આવી ગઇ.જેથી મારી આંખમાં આસું આવી ગયા હતા. તો ફિલ્મ દિગ્દર્શક રેમો વિશે કહે છે કે, 'ડાયરેક્ટર અને એક્ટર વચ્ચે 'એક હાથ દે ઓર એક હાથ લે' જેવો સંબંધ હોય છે,જે ઘણો મજેદાર હોય સંબંધ છે.