નવી દિલ્હી: ન્યૂલી મેરિડ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ (Katrina kaif And Vickey kaushal) લગ્ન બાદ પ્રથમ 'વેલેન્ટાઈન ડે' એકસાથે સેલિબ્રેટ (Katrina kaif And Vickey kaushal Valentine's Day Celebrate) કરશે. સ્વાભાવિક છે કે, આ 'વેલેન્ટાઈન ડે' તેમના માટે સ્પેશિયલ હોય, ત્યારે વિકી કૌશલ અને કેટરીના કૈફ 'વેલેન્ટાઈન ડે' (Valentine's Day 2022) પહેલા લંડનથી મુંબઈ પરત ફરતા મુંબઈ એરપોર્ટે જોવા મળ્યા હતા.
વિકી કૌશલ અને કેટરીના કૈફ એકસાથે
વિકી કૌશલ અને કેટરીના કૈફ એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટરીના કૈફે ડેનિમ શર્ટ અને જીન્સ પહેર્યું હતું, જ્યારે વિકી કૌશલ પણ સફેદ ટી-શર્ટ સાથે ડેનિમ જેકેટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. બન્નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયા યૂઝર્સ કોંમેન્ટ કરી રહ્યાં છે કે, પરફેક્ટ કપલ.. તો બીજા એક યૂઝરે કહ્યું કે..મેડ ફોર ઇચ અધર.. આ પ્રકારની કોમેન્ટ કરી ફેન્સ આ કપલનું મુંબઇમાં વેલકમ કરી રહ્યાં છે.