ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વાણી કપૂર કરવા માંગે છે અવકાશયાત્રી કલ્પના ચાવલાની બાયોપિક - અવકાશયાત્રી કલ્પના ચાવલાની બાયોપિક વાણી કપૂર

અભિનેત્રી વાણી કપૂર આગામી સમયમાં બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે. તેમનું કહેવું છે કે, તેમના માટે અવકાશયાત્રી કલ્પના ચાવલાનું પાત્ર પડદા પર ભજવવું તેમના માટે બહુ સન્માનની વાત હશે. વાણીએ કહ્યું હતું કે, એક કલાકાર તરીકે તે જોખમ લેવાનું પસંદ કરે છે અને બાયોપિકમાં પોતાનો હાથ અજમાવવા માંગશે.

વાણી કપૂર
વાણી કપૂર

By

Published : Aug 5, 2020, 6:01 PM IST

મુંબઇ: અભિનેત્રી વાણી કપૂર આગામી સમયમાં બાયોપિકમાં કામ કરવા માંગશે અને તે કહે છે કે, અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાના પાત્રને પડદા પર રજૂ કરવું તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત હશે.

વાણી કહે છે, "કલ્પના ચાવલા વિશ્વભરની મહિલાઓ અને અવકાશયાત્રી બનવાનું સ્વપ્ન ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે એક ઉત્તમ રોલ મોડેલ છે. તે એક પ્રેરણા છે અને ચોક્કસપણે તેની કહાની લોકોને કહેવી જોઈએ. "હું ખરેખર તેના પાત્રને પડદા પર ભજવવા માંગુ છું."

વાણી કહે છે કે, એક કલાકાર તરીકે તે જોખમ લેવાનું અને બાયોપિકમાં હાથ અજમાવવા અને અન્ય શૈલીઓ સાથે પણ પ્રયોગ કરવા માંગે છે.

વાણી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથેની ફિલ્મ 'શમશેરા' અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બેલ બોટમ'માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details