ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ ફરી શરૂ થશે, અભિનેત્રી વાણી કપૂરે ખુશી વ્યક્ત કરી - director Ranjit M Tewari

વાણી કપૂર તેની આગામી ફિલ્મ 'બેલ બોટમ'ના શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લોકડાઉન થવાને કારણે આ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું, પરંતુ હવે તેના નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે, તેનું શૂટિંગ લંડનમાં કરવામાં આવશે. લાંબા વિરામ બાદ કામ શરૂ થતા વાણી ખૂબ ખુશ છે.

વાણી કપૂર
વાણી કપૂર

By

Published : Jul 15, 2020, 5:04 PM IST

મુંબઇ: અભિનેત્રી વાણી કપૂરની આગામી ફિલ્મ 'બેલ બોટમ'નું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે તે કહે છે કે, લાંબા વિરામ બાદ ફરીથી કામ શરૂ થતા તે ખૂબ જ ખુશ છે.

વાણીએ કહ્યું કે, "સાચું કહું તો, લાંબા વિરામ પછી કામ ફરી શરૂ થતા હું ખૂબ ખુશ છું. શૂટિંગ શરૂ થતા બધા લોકોએ સાવચેતી રાખવી પડશે અને ખુબ ધ્યાનમાં રાખવું પડશે. જો કે હું નવી યાત્રા શરૂ કરવા માટે ખુબ ઉત્સાહિત છું."

ફિલ્મના મુખ્ય પાત્રો અને નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે અને તેનું શૂટિંગ સ્કોટલેન્ડમાં કરવામાં આવશે.

અક્ષય સાથે પ્રથમવખત કામ કરવા પર વાણીએ કહ્યું, " આ મારા માટે એક મોટી તક છે. અક્ષય સર માટે મને આદર છે. હું ખરેખર એક ખાસ અનુભવ મેળવવાની રાહ જોઇ રહી છું."

વાણીની ફિલ્મ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આ સાથે લંડનમાં જતા તમામ કાસ્ટ અને સ્ટાફના વિઝા ઇન્ટરવ્યુ પણ પૂર્ણ થઇ ગયા છે. નિર્માતાઓ આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું લંડનમાં 45-દિવસીનું શેડ્યૂલ છે .

ABOUT THE AUTHOR

...view details