મુંબઈ: ઉર્વશી રૌતેલાએ થોડા સમય પહેલા જ તેના ફેસબુક પર એક નવી પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તે FB પર પરત ફરી છે. અભિનેત્રીએ એફબી પોસ્ટમાં લખ્યું છે, 'ફેસબુક અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું આખરે પાછી આવી ગઇ છું. અભિનેત્રીની આ પોસ્ટને અત્યાર સુધીમાં 3.1 હજાર લોકોએ લાઇક કરી છે. પરત ફરવા પર ચાહકોએ ઉર્વશીનો આભાર માન્યો.
ઉર્વશી ફેસબુક પર પરત ફરી, એકાઉન્ટ થયું હતું હેક - ઉર્વશી રૌતેલાનું ફેસબુક એકાઉન્ટ હેક
ઉર્વશી રૌતેલાનું ફેસબુક એકાઉન્ટ હેક થયાના કલાકો બાદ તે ફરી ફેસબુક પર આવી હતી. અભિનેત્રીએ નવી પોસ્ટ શેર કરી તેના વિશે માહિતી આપી હતી.
ઉર્વશી ફેસબુક પર પરત ફરી, એકાઉન્ટ થયું હતું હેક
જો કે તેણે હજી સુધી ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર કમબેક વિશે કોઈ અપડેટ શેર નથી કર્યું. ગતરાત્રે તેણે ટ્વિટર પર માહિતી શેર કરી હતી કે તેનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે. અભિનેત્રીએ પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે, 'મારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે, કૃપા કરીને કોઈ સંદેશ અને પોસ્ટનો જવાબ ન આપો, આ મારી ટીમ અથવા મારા દ્વારા કરવામાં નથી આવી રહ્યું.