- ઉર્વશી રાઉતેલા(Urvashi Rautela)એ ઈન્સ્ટાગ્રામ પર ફરી મચાવી ધૂમ
- 58 લાખ રૂપિયાની સાડી સાથે જોવા મળી ઉર્વશી
- ઉર્વશીએ ગુજરાતી પટોળા સાડી સાથે ફોટોઝ કર્યા શેર
અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી ઉર્વશીએ ફરી એક વાર ટ્રેડિશનલ લુકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વખતે તેણે લાલ રંગની ગુજરાતી પટોળા સાડી સાથે ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે ગોલ્ડ જ્વેલરી પણ પહેરેલી છે.
આ સાડીની કિંમત તમને ખબર પડશે તો તમે અચંબામાં પડી જશો. આ સાડીની કિંમત 58 લાખ રૂપિયા જાણવા મળી રહી છે. તો આટલી મોંઘી સાડી પહેરીને ઉર્વશી કોના પ્રસંગમાં ગઈ હતી. તે પ્રશ્ન તમામ લોકોને થઈ રહ્યો છે.
બોલીવુડ અભિનેત્રી ઉર્વશીએ ફરી એક વાર ટ્રેડિશનલ લુકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી આ પણ વાંચો:Bollywood Father's Day Celebration: Actor Sonu Soodએ પૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી ગિફ્ટ કરી
ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશીએ ફોટોઝ સાથે જોરદાર કેપ્શન પણ મૂક્યું
ઈન્સ્ટાગ્રામ પર સાડી સાથેનો ફોટો શેર કરીને ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું હતું કે, આ ફક્ત મહેંદી નથી. તારા પ્રેમનો રંગ ચઢ્યો છે. જ્યારે બીજા ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું કે, મહેંદીનો રંગ ચઢ્યો એવી રીતે મારા હાથોમાં, જેવી રીતે તારો પ્રેમ ચઢ્યો છે મારા શ્વાસોમાં.
મહેંદીનો રંગ ચઢ્યો એવી રીતે મારા હાથોમાં, જેવી રીતે તારો પ્રેમ ચઢ્યો છે મારા શ્વાસોમાં આટલી મોંઘીદાટ સાડી પહેરીને ઉર્વશી મનોજ કુમારની પૌત્રી મુસ્કાન ગોસ્વામીના પ્રીવેડિંગ સેરેમની એટેન્ડ કરવા ગઈ હતી. આ પહેલા તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ શેર કર્યા હતા.
58 લાખ રૂપિયાની સાડી સાથે જોવા મળી ઉર્વશી આ પણ વાંચો:Bollywood Actress Neena Guptaએ ઓટોબાયોગ્રાફીમાં કર્યો ખુલાસો, આ કલાકારે નીના ગુપ્તાને આપી હતી લગ્નની ઓફર...