ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઓટીટી પર 'વર્જિન ભાનુપ્રિયા'ને જોવુંએ થિયેટરમાં જોવા સમાન: ઉર્વશી

અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું માનવું છે કે, આગામી ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાનો અનુભવ થિયેટરોમાં ફિલ્મ જોવાથી ઓછો નહીં હોય. ઉર્વશીએ કહ્યું કે, આ મારા માટે વર્લ્ડ પ્રીમિયર જેવું છે, વધુ લોકો જોશે.

etv bharat
ઓટીટી પર 'વર્જિન ભાનુપ્રિયા'ને જોવુંએ થિયેટરમાં જોવાથી કમ નથી: ઉર્વશી

By

Published : May 26, 2020, 12:05 AM IST

મુંબઇ: અભિનેત્રી અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઉર્વશી રૌતેલાની 'વર્જિન ભાનુપ્રિયા' ઓટીટી પલ્ટેફોર્મ પર રિલીઝની જાહેરાત કરવા વાળી તાજેતરની બોલિવૂડ ફિલ્મ છે, ત્યારે તેમણે ચાહકોને ખાતરી આપી છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવાનો અનુભવ તે થિયેટરોમાં જોવાથી ઓછો નહીં હોય.

ઉર્વશીએ કહ્યું કે, "ડિજિટલ પ્લેટફોર્મ પર 'વર્જિન ભાનુપ્રિયા' જોવાનો અનુભવ થિયેટરોમાં મૂવી જોવા કરતાં ઓછો નહીં હોય. તે રોમાંચક છે કે કમથી કમ ફિલ્મ તૈયાર છે અને ઘણા બધા લોકો તેને જોઈ શકશે. ડિજિટલ પ્લેટફોર્મ અથવા ઓટીટી કરતા વધુ સારું શું છે, જે દુનિયાભરમાં 200 ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે.આ મારા માટે વર્લ્ડ પ્રીમિયર જેવું છે. વધુ લોકો તેને જોશે. "

'વર્જિન ભાનુપ્રિયા'માં ગૌતમ ગુલાટી, અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કાલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલ્લાના પણ છે.

ABOUT THE AUTHOR

...view details