ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઉર્વશી રૌતેલાએ ફરી મચાવી ધમાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ - થ્રિલર ફિલ્મ 'બ્લેક રોઝીસ

બોલિવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની અદાઓ અને સુંદરતાને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ ઉર્વશી સોન્ગ 'ક્ચચા બદામ' પર ડાન્સ (Urvashi Rautela Dance On Song Kachha Badam) કરી રહી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આગ લગાવી રહ્યો છે. જુઓ વીડિયો...

ઉર્વશી રૌતેલાએ ફરી મચાવી ધમાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઉર્વશી રૌતેલાએ ફરી મચાવી ધમાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

By

Published : Feb 19, 2022, 1:30 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી રહેતી હોય છે. ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Urvashi Rautela Instagram Account) પર એક વીડિયો (Urvashi Rautela Dance On Song Kachha Badam) શેર કર્યો છે, જે બાદ હવે ઉર્વશી રૌતેલા ફરી ચર્ચામાં આવી ગઈ છે.

ઉર્વશી રૌતેલાએ મચાવી ધમાલ

ઉર્વશી રૌતેલાએ શેર કરેલા વીડિયોમાં તે 'ક્ચ્ચા બદામ' પર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન તેણે સ્કાય બ્લૂ લકરના આઉટફિટ પહેર્યાં છે. જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. આ વીડિયો જોઇને ફેન્સ પણ તેની આ માયાવી કાયા જોઇને તેના વખાણ કર્યાં વિના રહી જ નહી શકે. હાલ આ વીડિયો ખુબ ધુમ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો:Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

ઉર્વશીએ એક રેકોર્ડ સર્જયો

જણાવીએ કે, આ પહેલા ઉર્વશી રૌતેલા તેના ફ્રેંન્ડના લગ્નમાં ગઇ હતી. આ દરમિયાન તેણે વાઇટ સિક્વિન સાડી સાથે ફ્લોર લેન્થ સુધી પોનીટેલ બનાવી હતી, જેના કારણે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. આ સાથે ઉર્વશીએ દુબઇના અરબ ફેશન વીકમાં સતત બીજીવીર ભાગ લઇ એક રોકોર્ડ કાયમ કર્યો હતો. ઉર્વશી અરબ ફેશન વીકમાં બેવાર ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

આ ફિલ્મમાં જોવા મળશે ઉર્વશી

જણાવીએ કે, ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં થ્રિલર ફિલ્મ 'બ્લેક રોઝીસ'માં (Thriller Film Black Roses) લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી આગામી દિવસોમાં રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં (Web Series Inspector Avinash) પણ નજર આવશે.

આ પણ વાંચો:Rashmika mandanna wedding: શ્રીવલ્લીના પાત્રથી ફેમસ થયેલી અભિનેત્રીએ તેના લગ્ન વિશે કરી વાત

ABOUT THE AUTHOR

...view details