મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા નવી વસ્તુઓ શીખવા માટે અને તેમને સ્ક્રીન પર અજમાવવા તૈયાર છે. તે આ બાબતમાં પોતાને ખૂબ ઉત્સાહી ગણાવે છે. ઉર્વશીએ 2013માં આવેલી ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'પાગલપંતી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા કલાકાર તરીકે નવી શૈલીઓ શીખવા માટે છે આતુર - IANS
ઉર્વશી રૌતેલા એક કલાકાર અને અભિનેત્રી હોવાના કારણે તે અભિનયની નવી શૈલીઓને શીખવા માટે ઉત્તસાહિત છે અને તે પડદાપર આજમાવવા માટે પણ તૈયાર જ છે.
ઉર્વશીને પૂછવામાં આવ્યુ કે, તમે ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારનું કામ શોધી રહ્યાં છો? તેના જવાબમાં ઉર્વશીએ IANSને કહ્યું, 'એક કલાકાર અને કલાકાર તરીકે અભિનયની નવી શૈલીઓને સીખવી અને પ્રયોગ કરવો તે ખૂબ જ સારૂ છે, તેથી હું ઉત્સાહપૂર્ણ છું અને આ નવી રીતો માટે તૈયાર છું. "
આગામી સમયમાં, ઉર્વશી 'વર્જિલ ભાનુપ્રિયા'માં જોવા મળશે, જે ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. તેણે તેના ચાહકોને જણાવ્યું છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવાનો અનુભવ પણ થિયેટરમાં જોવામાં આવતા ફિલ્મ જેટલો જ થઇ જશે તેના કરતા ઓછો નહીં રહે.