ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આજે શુક્રવારે 28મો જન્મદિવસ (Urvashi Rautela Birthday) છે. ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ કોટદ્વાર (ઉત્તરાખંડ) માં થયો હતો. ઉર્વશીએ બોલિવૂડના સ્ટ્રોંગ અભિનેતા સની દેઓલ અભિનીત ફિલ્મ 'સિંઘ સાહબ ધ ગ્રેટ'થી બોલિવૂડમાં આગમન કર્યું હતું. બર્થડે પર અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Urvashi Rautela Instagram Account) પર પોતાની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. સાથે જ અભિનેત્રીએ ભેટ તરીકે તેની તસવીરો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે.
ઉર્વશીએ પોસ્ટ કરી કહ્યું..
આ સિવાય ઉર્વશીએ પોસ્ટ કરી કહ્યું, 'આ એક ખૂબસૂરત દિવસ છે અને ખૂબ જ યાદગાર ક્ષણ છે કે હું મારા જીવનમાં આટલી સુંદરતા માટે કેટલી આભારી છું, આ અહેસાસનો હિસ્સો બનવા માટે તમારો આભાર, હું મારા બધા ચાહકો, મિત્રો અને પરિવારજનોનો આભાર માનું છું કે જેણે મને આ ખાસ દિન નિમિતે યાદ કરી, જે હાલ ગ્લોબટ્રોટિંગ કરી રહ્યા છે, જેઓ હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે. હું દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, મોરિશિયસ, કોલંબિયા અને કેનેડા તરફથી મળેલા અભિનંદન સંદેશાઓ તે બધાનો વિશેષ આભાર અનો આપ સૌને પ્રેમ. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, તે તેના જન્મદિવસ પર ઘરે પૂજા કરે છે, ઉપરાંત તેના જન્મદિવસ નિમિતે તેના પેરેન્ટસ ઉત્સાહ સાથે 1 ફેબ્રુઆરીથી જ શોપિંગ શરૂ કરી દે છે.