ગુજરાત

gujarat

ETV Bharat / sitara

UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમનો જાદુ રહ્યો નિષ્ફળ, હસ્તિનાપુરથી અર્ચના ગૌતમની હાર - મિસ બિકીની ઈન્ડિયા

યૂપી વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામો (UP Election Result 2022) આવતા ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે હવે ભાજપ બહુમતી સાથે યૂપીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે કોંગ્રેસે એક અલગ વ્યૂહરચના સાથે યૂપીની રાજકીય લડાઈમાં ઝંપલાવ્યું હતું. તેને મેરઠની હોટ સીટ હસ્તિનાપુર પરથી બિકીની ગર્લ અભિનેત્રી અર્ચના ગૌતમને ઉમેદવારી (Hastinapur Congress Candidate Archana Gautam) આપી હતી, પરંતુ તેનો જાદુ કઇ ચાલ્યો નહી અને તેને હારનો સામનો કરવો પડ્યો છે.

UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ
UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ

By

Published : Mar 10, 2022, 10:57 AM IST

Updated : Mar 10, 2022, 7:03 PM IST

ન્યૂઝ ડેસ્ક:યૂપી વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામો (UP Election Result 2022) આવતા ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે પ્રિયંકા ગાંધીએ જે વ્યૂહરચના સાથે યુપીની રાજકીય લડાઈમાં ઝંપલાવ્યું હતું, તેમાં તેમને ખાસ કઇ સફળતા હાથ લાગી નથી. આ વખતે પાર્ટીએ બિકીની ગર્લ અભિનેત્રી અર્ચના ગૌતમને મેરઠની હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર (Hastinapur Congress Candidate Archana Gautam) તરીકે મેદાનમાં ઉતારી હતી,પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

હસ્તિનાપુર બેઠકની ખાસિયત

આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત ગણાય છે, પરંતુ અહીં મુસ્લિમ અને ગુર્જર સમુદાયના મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમુદાયની સંખ્યા લગભગ એક લાખ જેટલી છે. સાથે જ આ સીટ પર આવતા દલિતોની સંખ્યા 60 હજાર છે. આ ઉપરાંત, જાટ અને શીખોની વસ્તી પણ અહીં છે. આ એ જ હસ્તિનાપુર છે, જ્યાં મહાભારતનો ઈતિહાસ લખવામાં આવ્યો છે. હસ્તિનાપુરમાં હિન્દુ અને જૈન ધર્મના મંદિરો પણ છે. આ એક ઐતિહાસિક શહેર છે, જેને જીતવા માટે પ્રચાર દરમિયાન તમામ પક્ષોએ જોર આપ્યું હતું.

જાણો કોણ છે આ અર્ચના ગૈતમ

આ વખતે યૂપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 40 ટકા મહિલા ઉમેદવારોને ટિકીટ આપી હતી. આ યાદીમાં અભિનેત્રી અર્ચના ગૌતમનું નામ પણ સામેલ હતું . કોંગ્રેસે મેરઠની પ્રખ્યાત હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી અર્ચનાને ટિકીટ આપી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે, મેરઠમાં રહેતી 26 વર્ષની અર્ચના ગૌતમ 'મિસ ઉત્તર પ્રદેશ' 2014 રહી ચૂકી છે. અર્ચના અભિનેત્રી, મોડલ અને સૌંદર્ય સ્પર્ધાની વિજેતા છે.

આ પણ વાંચો:PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!

અર્ચના ગૌતમની આટલી પોપ્યુલારિટી

'મિસ ઉત્તર પ્રદેશ'નો ખિતાબ જીત્યા બાદ અર્ચનાએ 'મિસ બિકીની ઈન્ડિયા', 'મિસ બિકીની યુનિવર્સ ઈન્ડિયા' અને 'મિસ બિકીની યુનિવર્સ' સ્પર્ધાઓમાં ઝંડો લહેરાવ્યો હતો. અર્ચનાએ વર્ષ 2018માં 'મિસ કોસ્મોસ વર્લ્ડ કોમ્પિટિશન'માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અર્ચના ગૌતમને વર્ષ 2018માં ડૉ. એસ. રાધાકૃષ્ણન મેમોરિયલ એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી.

2018માં અર્ચનાએ મલેશિયામાં 'મિસ ટેલેન્ટ'નો ખિતાબ જીત્યો

2018માં જ, તેને મનોરંજનની દુનિયામાં તેમના યોગદાન માટે GRT એવોર્ડ દ્વારા વુમન અચિવર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સાથે જ અર્ચના મોસ્ટ ટેલેન્ટ 2018નો ખિતાબ પણ જીતી ચૂકી છે. વર્ષ 2018માં અર્ચનાએ મલેશિયામાં 'મિસ ટેલેન્ટ'નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. અર્ચના ગૌતમના અભ્યાસ વિશે વાત કરીએ તો, તેણે મેરઠના IIMTમાંથી તેની BJMC ડિગ્રી મેળવી છે.

અર્ચના ગૌતમે વર્ષ 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી

અર્ચના ગૌતમે વર્ષ 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે બિકીની ગર્લ તરીકે જાણીતી છે. એટલું જ નહીં, અર્ચનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં પણ બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ બાદ અર્ચના શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'હસીના પારકર' અને 'બારાત કંપની'માં પણ જોવા મળી હતી. અર્ચના હજુ પણ અભિનયની દુનિયા સાથે જોડાયેલી છે અને તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે.

અર્ચના ગૌતમની ખ્યાતિ ખૂબ વ્યાપક

અર્ચના ગૌતમે ફિલ્મ 'જંકશન વારાણસી' 2019માં આઈટમ નંબર કર્યું હતું. અર્ચનાએ ટી-સીરીઝના ઘણા ગીતોમાં પણ કામ કર્યું છે. આ સિવાય અર્ચના પંજાબી અને હરિયાણવી ગીતોમાં પણ જોવા મળી છે. હવે અર્ચના સાઉથ સિનેમામાં સક્રિય છે. તે તેલુગુ ફિલ્મો IPL ઇટ્સ પ્યોર લવ અને ગુંડાસ અને 47A નામની તમિલ ફિલ્મોમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો:UP Election 2022 : EVM અંગે ધાધલીમાં કર્યા અખિલેશ યાદવે પ્રહારો, શાયરીના અંદાજમાં માર્યો ટોણો

Last Updated : Mar 10, 2022, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details