ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સંયુક્ત રાષ્ટ્રએ દિયા મિર્ઝાને SDG ઍડવોકેટ નિયુક્ત કરી...! - bollywood News

મુંબઈઃ બૉલીવુડની અભિનેત્રી દિયા મિર્ઝાને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય સ્તરે અભિનેતા ફૉરેસ્ટ વ્હિટકર, બૅલ્જિયમની રાની મૈથિલ્ડે અને નાર્વેના વડાપ્રધાન અર્ના સોલ્બર્ગની સાથે સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ ગોલ્સના ઍડવોકેટના પદ પર નિયુક્ત કરી છે.

ફાઈલ ફોટો

By

Published : May 12, 2019, 10:43 AM IST

દીયા હંમેશાથી પર્યાવરણના પ્રતિ પોતાના કર્તવ્યોને લઈ ચર્ચામાં રહી છે. તેણીનું કહેવું છે કે, તે હંમેશાથી ઈકોફ્રેન્ડલી જીવનને અપનાવવા માટે લોકોને જાગૃત કરતી આવી છે. 2017માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુડવિલ એંમ્બેસેડર નિયુક્ત કર્યા બાદ દીયાએ પોતાના કર્તવ્યોને ગંભીરતાથી લીધા હતા અને શક્ય બને ત્યાં સુધી ઝુંબેશ ચલાવી લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે.

દીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડૅવલેપમેન્ટ ગોલ્સના ઍડવોકેટ તરીકે નિમણુક કરતા હું ખુબ જ સન્માનની લાગણી અનુભવુ છું. મારી જ્યાં સુધી તાકત હશે તે બધા જ પ્લૅટફોર્મ થકી હું ઈકોફ્રેન્ડલીના મહત્વને દર્શાવીશ અને તેનો વિકાસ કરવાનો પ્રયાસ કરીશ. પર્યાવરણના ઍડવોકેટ તરીકે મારું ધ્યાન પર્યાવરણની સુરક્ષાની સાથે મનુષ્ય અને બાળ વિકાસ પર કેન્દ્રીત રહેશે.

ABOUT THE AUTHOR

...view details