ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ 'ઉજડા ચમન'ની રિલીઝ ડેટમાં થયો ફેરફાર, કારણ છે 'બાલા' - latestgujaratinews

મુંબઈ : સની સિંહ સ્ટારર અપકમિંગ કોમેડી ફિલ્મ 'ઉજડા ચમન' જે વાળની સમસ્યાને કોમિક રીતે સ્કીન પર રજુ કરવામાં આવી છે. ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. જાણો શું છે કારણ.

etv bharat sitara

By

Published : Oct 24, 2019, 1:57 PM IST

અપકમિગ કોમેડી ફિલ્મમાં ઉજડા ચમન ઉંમર કરતાં વહેલા વાળ ખરવાની પરેશાનીથી પીડાતા યુવાનની વાત છે. 8 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી ઉજડા ચમનના મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરી ફિલ્મ 1 નવેમ્બરના રોજ કરવાનું નક્કી કર્યુ છે. ફિલ્મ ક્રિટિક તરણ આર્દશે તેમના ટ્વિટર હૈડલ પર તેની જાણકારી શેર કરતા ફિલ્મની નવી ડેટ વાળુ પોસ્ટર શેર કર્યુ છે.

તરણ આર્દશ

ફિલ્મ ક્રિટિકે લખ્યું કે, 'નવી રિલીઝ ડેટ...#ઉજડા ચમન 1 નવેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. સ્ટાર્સ સની સિંહ, માનવી ગાગરુ, કરિશ્મા શર્મા અને એશ્વર્યા સખૂજા... અભિષેક પાઠક દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ છે.'

ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફારનું મુખ્ય કારણ આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બાલા' છે. જેનું ટ્રેલર અને સ્કીનપ્લે બંને સરખા છે.બંને ફિલ્મ ધણી સમાન હોવાને કારણે ઉજડા ચમનના મેકર્સે બાલાના મેકર્સ વિરુદ્ધ કોર્ટમાં પણ પહોચ્યાં છે.

બાલા પણ પ્રથમ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં રિલીઝ થવાની હતી. પરંતુ બાલાના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરી ઉજડા ચમનની રિલીઝ ડેટના એક દિવસ પહેલા એટલે કે 7 નવેમ્બરના રોજ જાહેર કરી છે.હવે ઉજડા ચમને પણ રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details