એવેન્જર્સ સીરિઝની કદાચ અંતિમ ફિલ્મ Avengers Endgame આજે રિલીઝ થઇ ચુકી છે. કેટલાક દિવસ પહેલાથી જ ફિલ્મની ટિકિટનું બુકિંગ શરૂ થઇ ગયું હતું અને થોડા જ સમયમાં બધા સિનેમાઘર હાઉસફૂલ થઇ ગયા છે. દુનિયાભરમાં આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતમાં પહેલી વખત સિનેમાઘરોમાં આ ફિલ્મ પહેલી વખત 24X7 બતાવવામાં આવશે.
Google પર લખો Thanos અને જુઓ કાંઇક અવિશ્વસનીય...
ન્યૂઝ ડેસ્ક: Avengers Endgame આજે રિલીઝ થઇ ચુકી છે અને Thanos હવે ગૂગલના સર્ચ રિઝલ્ટનો પણ નાશ કરી રહ્યો છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય, તો Google પર લખો Thanos અને જમણી બાજુ આપેલા Thanosના Glove પર ક્લિક કરો. પછી જુઓ શું થાય છે....
જો તમે ગુગલ પર જઇને તમે Thanos લખશો, તો તમને જમણી તરફ Wikipedia પેજનું થમ્બનેઇલ જોવા મળશે, જ્યાં Thanosના પ્રખ્યાત હાથનો આઇકોન જોવા મળશે. તમે જેવું આ આઇકોન પર ક્લિક કરશો, તો એક ચપટી વાગશે અને ગૂગલ પેજનું કન્ટેન્ટ હવા થઇ જશે.
ગૂગલ દ્વારા તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, જેવું તમે Thanosના Glove પર ક્લિક કરશો તેવું બધુ કન્ટેન્ટ એવી રીતે હવા થઇ જશે જે રીતે ફિલ્મ Avengers Infinity Warમાં Avengers હવા થઇ જાય છે. Thanosના સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર પહેલા તમને 90 મિલિયન રિઝલ્ટ દેખાશે, તે બાદમાં 45 મિલિયન થઇ જશે. આવું એટલા માટે થાય છે, કારણ કે Thanosએ અડધી દુનિયાનો નાશ કરી દીધો છે અને હવે માત્ર 50 ટકા વિશ્વ જ વધ્યું છે. જો તમે ફરીથી Thanosના Glove પર ક્લિક કરશો તો બધુ જ ગ્રીન દેખાશે.