મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઇ તપાસની માગ વધી રહી છે. અભિનેતાના પ્રશંસકોથી લઇને અનેક રાજનેતાઓેએ માગ કરી છે કે, સુશાંત આત્મહત્યા કેસમાં CBI તપાસ કરવામાં આવે.
સુશાંતના પિતાનું ટ્વિટર હેન્ડલ નકલી, ફેક એકાઉન્ટમાંથી CBI તપાસની માંગ થઇ હતી - સીબીઆઈ તપાસ
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઇને શનિવારના રોજ સોશિયલ મીડિયા પર સુશાંતના પિતા કે.કે સિંહના નામ પર એક ટ્વિટર એકાઉન્ટની પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી. જો કે, સુશાંતના પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે, કે. કે. સિંહ ટ્વિટર પર નથી. આ એકાઉન્ટ ફેક છે.
પટણા
આ દરમિયાન સુશાંતના પિતા કે.કે સિંહના નામે એક ટ્વિટર એકાઉન્ટ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની વાત કહેવામાં આવી છે.
જોકે, હવે જાણવા મળ્યું છે કે, સુશાંતના પિતા કે. કે. સિંહનું ટ્વિટર પર એકાઉન્ટ નથી. આ એક નકલી એકાઉન્ટ છે. રિપોર્ટ અનુસાર પરિવારે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરી નથી.