મુંબઈઃ તાજેતરમાં જ 'પેડમેન' ફિલ્મને 2 વર્ષ પુર્ણ થયાં છે. જેને ફિલ્મના હિરો અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે ટીમનું જિક્ર કરતાં ભુલી ગયાં હતાં. જેથી તેમની પત્નિ અને ફિલ્મ નિર્માતા ટ્વિકંલ ખન્ના તેમનાથી નારાજ છે.
ટ્વિકંલ ખન્નાએ નારાજગી વ્યક્ત કરતાં મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે તેમના પ્રોડક્શનની આગામી ફિલ્મમાં અક્ષયને લેવામાં આવશે નહી. આ સાથે અનિલ કપુર અને રાજુકમાર રાવે ટ્વિકંલ ખન્નાને પોતાનું ઓડિશન મોકલ્યું છે. અનિલ કપુરે એક વીડિયો શેર કરતાં લખ્યું કે, 'હું અને રાજકુમાર તમારા પ્રોડક્શનની આગામી ફિલ્મનો હિસ્સો બની શકીએ. અમારી આડિશન લીંક નીચે અટેચ છે.'