- ચૌહાણે ટેલિવિઝનની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત 'કસૌટી જિંદગી કી'થી કરી હતી
- મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે નશો કરતી વખતે ચૌહાણે તેને પાર્ટીમાં અભદ્ર સ્પર્શ કર્યો
- મલાડમાં કુરાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
મુંબઈ: ટેલીવિઝન કલાકાર પ્રાચીન ચૌહાણ ( Prachin chauhan ) ને શનિવારે એક મહિલાને 'અભદ્ર સ્પર્શ' કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે નશો કરતી વખતે ચૌહાણે તેને પાર્ટીમાં અભદ્ર સ્પર્શ કર્યો હતો.
આ પણ વાંચો:બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ
મુંબઈ પોલીસે પ્રાચીન ચૌહાણ સામે ગુનો નોંધ્યો
મુંબઈ પોલીસે પ્રાચીન ચૌહાણ ( Prachin chauhan ) સામે ગુનો નોંધ્યો છે. યુટ્યુબ પર 'શિટી આઈડિયાઝ ટ્રેંડિંગ' (SIT)ના કારણે પ્રણિક આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આમાં તેણે અભિમન્યુનું પાત્ર ભજવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, ઉપનગરીય મલાડમાં કુરાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. ચૌહાણે ટેલિવિઝનની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત 'કસૌટી જિંદગી કી' ( kasoti zindgi ke) થી કરી હતી.
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર વાંધાજનક Tik Tokનો વીડિયો પોસ્ટ કરવા બદલ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ